Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

પાપની કબુલાત

“જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબુલ કરી તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” નીતિવચનો ર૮:૧૩. SC 32.1

ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા માટે જે શરતો છે, તે સાદી, ન્યાયી અને વ્યાજબી છે. પાપની માફી પ્રાપ્ત કરવા ઈશ્વર આપણને કંઈ મહા ભારત કામ કરવાનું નથી કહેતો. આપણને ઈશ્વર પસંદ કરે તથા આપણાં પાપની માફી મળે તે માટે લાંબી અને કંટાળા ભરેલી જાત્રાઓ કે આકરાં તપ કરવાની જરૂર નથી. પરંતુ જે કોઈ પોતાનાં પાપ કબુલ કરી તેનો ત્યાગ કરે છે, તે જરૂર દયા પામે છે. SC 32.2

પ્રેરિત યાકુબ કહે છે, “તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એક બીજાની આગળ કબુલ કરો, અને એક બીજાને સારૂ પ્રાર્થના કરો.” યાકુબ પ:૧૬. તમારી ભૂલો એક બીજા આગળ કબુલ કરો અને તમારાં પાપ ઈશ્વર આગળ કબુલ કરો. કારણ કે એકલો ઈશ્વર જ પાપ માફ કરી શકે છે. તેમ કોઈ મિત્ર કે પાડોશીને માઠું લગાડયું હોય, તો તમારે પોતાની ભૂલ તેની આગળ કબુલ કરવી જોઈએ અને તેણે માફી આપવી જોઈએ. ત્યાર પછી તમારે ઈશ્વર પાસે ક્ષામા માંગવી જોઈએ. કારણ કે જે ભાઈને તમે ઈજા કરી છે, તે ઈશ્વરની મીલકત છે અને તેને નુકસાન કરવાથી તમે તેના ઉત્પન્નકર્તા તથા તારનારની આગળ પાપ કીધું છે. આ વાત આપણા મુખ્ય યાજક અને એકજ તથા ખરા મધ્યસ્થ આગળ મૂકીએ છીએ. કારણ કે “તે સર્વ વાતે આપણી પેઠે પરીક્ષાણ પામેલો છતાં નિષ્પાપ રહ્રો” હેબ્રી ૧પ:૧૬. વળી તેને આપણી નીર્બળતા પર દયા આવે છે. અને તે આપણાં પાપનું દરે કલંક ભૂંસી નાખવા સમર્થ છે. SC 32.3

જેઓએ ઈશ્વર આગળ નમ્ર ભાવે પોતાનો દોષ કબુલ કર્યા નથી. તેઓએ તેના સ્વિકારની પહેલી શરત હજી પુરી કરી નથી. પાપનો પસ્તાવો કરવા માટે કદી પસ્તાવો થતો નથી. જયાં સુધી આપણે એવો પસ્તાવો અનુભવ્યો નથી, અને જયાં સુધી આપણે પાપથી કંટાળી જઈ ખરેખરા નમ્ર તથા ભગ્ન હ્રદયે આપણાં પાપ કબુલ કર્યાં નથી, ત્યાં સુધી આપણે ખરૂં જોતાં પાપની માફી માટે ખરો પ્રયત્ન કર્યો જ નથી; અને જયાં સુધી આપણે પાપની માફી મેળવવા પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી આપણને ઈશ્વરી શાંતિ પણ કયાંથી મળે ? આપણાં આગળનાં પાપની માફી નહિ મળવાનું ફકત એટલું જ કારણ છે કે આપણે નમ્ર હ્રદયે શાસ્ત્રમાં બતાવેલી શરતો પાળવા તૈયાર થતાં નથી. આ બાબત વિષે આપણને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે.પાપનો પસ્તાવો ખાનગીમાં કરો કે જાહેરમાં કરો, પણ તે ખરા હ્રદયથી અને સંપૂર્ણ રીતે થવો જોઈએ. પાપ કરનાર પર દબાણ કરી કરાવેલ પસ્તાવો પસ્તાવો જ ન કહેવાય. વગર વિચારે, ને બેદરકારીથી જીભે કરેલો પસ્તાવો તે પસ્તાવો નથી તેમ પાપ કરનાર પાપનું ભયંકરપણું સમજયા વિના દબાણથી પસ્તાવો કરે, તે પણ પસ્તાવો ન કહેવાય. ખરો પસ્તાવો તો આત્માનાં ઉંડાણમાંથી નીકળી અનંત દયાના સાગર ઈશ્વર તરફ વહી જાય છે. ગીતશાસ્ત્રકાર કહે છે કે, “આશા-ભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.” ગીતશાસ્ત્ર ૩૪:૧૮. SC 32.4

ખરા પસ્તાવાનાં અમુક લક્ષાણો હોય છે: તે અમુક પાપ કબુલ કરે છે તે ફકત ઈશ્વર આગળ જ કહી શકાય તેવા હોય, અથવા કોઈને વ્યકિતગત થએલ અન્યાય માટે જેને અન્યાય થયો હોય, તે વ્યકિત આગળ પ્રગટ કરવાનો હોય કે કોઈ જાહેર દોષ માટે જાહેરની માફી માંગવાં જાહેરમાં જ પ્રગટ કરવાનો પણ હોય. પરંતુ તેમાં એક ખાસ મુદો એ છે કે દરેક પસ્તાવો ચોકસ અને મુદાસર હોવો જોઈએ અને તેમાં જે ખાસ પાપ આપણે કર્યું હોય તેની જ કબુલાત જોઈએ. SC 33.1

શમૂએલના વખતમાં ઈસ્ત્રાએલીઓ ઈશ્વરને છોડી દઈ ભટકવા લાગ્યાં, તે વખતે તેઓ પાપનાં પરિણામ ભોગવતા હતા, કારણ કે, તેઓને ઈશ્વરમાં વિશ્વાસ રહ્રો ન હતો ; તેઓ પ્રજા પર રાજય કરવાને ઈશ્વરનાં ડહાપણ અને શકિત વિષે પોતાની વિવેકબુદ્ઘિ ગુમાવી બેઠા હતા ; અને ઈશ્વરમાં પોતાની યોજનોનો બચાવ કરવાની તથા તેને ખરી સાબિત કરવાની શકિત છે, એવી શ્રદ્ઘા તેઓમાં રહી ન હતી. તેઓ જગતનાં મહાન રાજાને છોડી બીજી પ્રજાઓની માફક માણસને પોતાનો રાજા બનાવવા તૈયાર થયા. શાંતિ મળતાં પહેલાં તેઓએ આ ખાસ પાપની કબુલાત કરી છે: “અમે અમારા સારૂ રાજા માગ્યો તેથી અમારાં” “સઘળાં પાપોમાં ભુંડાઈથી ઉમેરો થયો છે” ૧ શમૂએલ ૧ર:૧૯. જે પાપ તેઓનાં પર સાબીત થયુ, તે જ પાપ તેઓને કબુલ કરવું પડયું. તેઓનાં કૃતધ્નીપણાથી તેઓના આત્માને દુ:ખ થયું અને તેઓ ઈશ્વરથી છુટા પડી ગયા. SC 33.2

જયાં સુધી માણસ ખરા દીલથી પસ્તાવો ન કરે અને સુધરે નહિ, ત્યાં સુધી ઈશ્વર તેની પાપની કબુલાત સ્વીકારતો નથી. જીવનમાં ખાસ ફેરફાર થવા જોઈએ; જે કંઈ ઈશ્વરની વિરૂદ્ઘ હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. જો પાપ માટે ખરેખરી દીલીગીરી થઈ હશે, તો આજ પરિણામ આવશે. આપણે પોતે જે કામ કરવાનું છે, તે આપણી આગળ સ્પષ્ટ રીતે રજુ કરવામાં આવ્યું છે : “સ્નાન કરો, શુદ્ઘ થાઓ, તમારાં ભુંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો ; ભુંડું કરવું મૂકી દો ; સારૂં કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષાણ કરો, અનાથને ઈન્સાફ આપો, વિધવાની હિમાયત કરો” યશાયાહ ૧:૧૬,૧૭. “જો તે દુષ્ટ માણસ ગીરો મુકેલી વસ્તુ , પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે, ને કંઈ પાપ ન કરતાં જીવનના વિધિઓ પ્રમાણે ચાલે; તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહિ.” હઝકીએલ ૩૩:૧પ. પસ્તાવા પર બોલતા પાઉલ કહે છે કે, “તમને દેવની ઈચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની (તમારી) કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવો ભય, વળી કેવી આતુર આકાંક્ષા, વળી બદલો લેવાની કેવી તત્પરતા તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા.” ર કોરીંથી ૭:૧૧. SC 34.1

જયારે પાપને લીધે માણસની નૈતિક સમજણ શકિત ગુમ થઈ જાય છે, ત્યારે પાપ કરનાર પોતાના ચારિત્ર્યની ખામી જોઈ શકતો નથી - પોતાના પાપનું ભયંકરપણું સમજી શકતો નથી ¦ અને જયાં સુધી તે પવિત્ર આત્માની શકિતને આધિન થતો નથી, ત્યાં સુધી તે પોતાનાં પાપ પુરેપુરાં જોઈ શકતો નથી. તેની પાપની કબુલાત ખરા દીલની અને સાચી હોતી નથી. દરેક પાપની માફી માગતાં - દરેક પાપ કબુલ કરતાં તે બાનારૂપે કંઈનુ કંઈ ઉમેરે છે. તે કહે છે કે જો આમનું ન થયું હોયત તો હું આ ન કરત. SC 34.2

આદમ અને હવા પેલું ઈશ્વરે ખાવા ના કહેલ ફળ ખાધા પછી બહુ જ શરમાયાં અને ભયભીત થયાં. પ્રથમ તો તેમને પોતે કરેલ પાપ અને ભયંકર મોતમાંથી બચી જવા કાંઈક બાનું કાઢવાનો જ વિચાર આવ્યો. જયારે ઈશ્વરે આદમને આ પાપ વિશે પૂછયું, ત્યારે તેણે ઈશ્વર તથા હવાને દોષ દેતાં કહ્રું, “મારી સાથે રહેવા સારૂ જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને તે વૃક્ષાનું ફળ આપ્યું ને મેં ખાધું.” અને સ્ત્રીને પૂછતાં તેણે શો જવાબ આપ્યો? તેણે સાપને માથે દોષ મૂકી કહ્રું “સર્પે મને ભૂલાવી, ને મેં ખાધું.” ઉત્પત્તિ ૩:૧ર, ૧૩. તમે સાપને શા માટે બનાવ્યો? તેને એદન વાડીમાં કેમ આવવા દીધો? આ સવાલો હવાના ઉપરના બાનામાં આવી જાય છે. આ રીતે તે પોતાના પાપની જવાબદારી ઈશ્વરને માથે ઢોળવાનો પ્રયત્ન કરે છે. પોતાને ખરા બતાવવાની વૃત્તિ આ રીતે જુઠના પિતા તરફથી જન્મી હતી, તે આજે પણ આદમનાં પુત્રપુત્રીઓમાં જોવામાં આવે છ. આ જાતની કબુલાતો ઈશ્વરી પ્રેરણાથી થતી નથી અને ઈશ્વર તે સ્વિકારતો પણ નથી. ખરો પશ્ચાતાપ થાય, ત્યારે માણસ પોતે જ પોતાના દોષ પોતાના માથા પર લે. અને કોઈ પણ જાતના કપટ કે ઢોંગ સિવાય પોતાના દોષ કબુલ કરે છે. તે તો પેલા બીચારા દાણીની માફક નીચું જોઈને બૂમ પાડે છે કે, “ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કર.” અને જેઓ પોતાનાં પાપ કબુલ કરે, તેઓનો બચાવ થઈ શકે છે. કેમકે ઈસુ પોતે જ પસ્તાવો કરનાર માણસ માટે પોતાનું લોહી રજુ કરશે. SC 35.1

ઈશ્વરીશાસ્ત્રમાં ખરા પસ્તાવાના અને નમ્રતાના દાખલો છે, તે પરથી આપણે જોઈ શકીએ છીએ કે તેમાં પાપ છુપાવવા કે પોતાનો ખોટો બચાવ કરવા કાંઈ પણ બાનાં બતાવવા પ્રયત્ન કરવામાં આવ્યો નથી. પાઉલ પોતાનો બચાવ કરવા પ્રયત્ન કરતો નથી; તે તો પોતાનાં પાપનું કાળામાં કાળું ચિત્ર આપે છે અને પોતાનો અપરાધ ઓછો બતાવવા પ્રયત્ન કરતો નથી. જુઓ, તે શું કહે છે. “મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંનાં ઘણાને મેં બંદિખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતો ત્યારે મેં તેઓની વિરૂદ્ઘમાં મત આપ્યો. મેં સર્વ સભાસ્થાનોમાં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવાને પ્રયત્ન કર્યા: અને તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરરાજયના શહેરો સુધી પણ મેં તેઓને સતાવ્યા.” પ્રેરિતોનાં કૃત્યો ર૬:૧૦-૧૧. વળી તે જરાએ આનાકાની કર્યા વિના જાહેર કરે છે કે “ખ્રીસ્ત ઈસુ પાપીઓને તારવા સારૂ જગતમાં આવ્યો, એવા(પાપીઓ)માં હું મુખ્ય છું.” ૧ તીમોથી ૧:૧પ. SC 35.2

ખરા પશ્ચાતાપથી શાંત થએલ નમ્ર અને ભગ્ન હ્રદય ઈશ્વરના પ્રેમ અને કાલ્વરીના ભોગની થોડી ઘણી કિંમત આંકી જેમ પુત્ર પ્રેમાળ પિતા આગળ પોતાના દોષ કબુલ કરે, તેમ ખરો પસ્તાવો કરનાર ઈશ્વર આગળ પોતાનાં પાપ કબુલ કરશે. તે માટે શાસ્ત્ર પણ કહે છે કે, “જો આપણે આપણાં પાપ કબુલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ઘ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે.” ૧ યોહાન ૧:૯. SC 36.1