Loading...

Loading

Loading
(You are in the browser Reader mode)

પ્રસ્તાવના

પુસ્તકના નામ પરથી જ તેનો હેતુ જણાઈ આવે છે. આત્માની જરૂરો પુરી પાડવાં ખ્રીસ્ત એકલોજ શકિતવાન છે, એવું બતાવી શંકાશીલ અને અનિશ્ચિત મનનાં માણસોને શાંતિના પંથે વાળે છે, વળી આ પુસ્તક સત્ય શોધનારને પગથીએ પગથીએ ખ્રીસ્તી જીવનને મારગે આત્માની સંપૂર્ણ સ્વાધીનતા-જેમાં આશિર્વાદની સંપૂર્ણતા સમાએલી છે તે-માં લઈ જાય છે અને પાપીઓના મિત્રની રક્ષાણ કરવાની શકિત તથા તારકકૃપા ઉપરની અડગ શ્રદ્ઘામાં દોરી જાય છે. આ પુસ્તકનાં પાનાંમાં આપેલ શિક્ષાણથી ઘણાએ દુ:ખી આત્માઓને દિલાસો અને આશા પ્રાપ્ત થયાં છે. ઈસુના અનુયાયીઓને પોતાના દૈવિ નેતાને પગલે વધારે વિશ્વાસ અને આનંદથી ચાલવા માટે શકિત આવી છે. અમે આશા રાખીએ છીએ કે એવી મદદની જરૂર હશે, તેવા ઘણાને એવોજ સંદેશો મળશે. SC ii.1

પાપને લીધે પોતાનો ઈશ્વર સાથેનો સંબંધ તુટી ગયો છે એવો ભય લાગતાં દુ:ખી યાકૂબ આરામ લેવા સુતો “ અને તેને સ્વપ્નું આવ્યું. અને જોયુ, એક સીડી પૃથ્વી પર ઉભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી.” આ રીતે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો સંબંધ તેની આગળ પ્રગટ કરવામાં આવ્યો અને એ નીસરણીના પડછાયાની ટોચે ઉભેલા ઈશ્વરે રખડતાં યાકૂબને દિલાસા અને આશાના શબ્દો કહ્યા. આ જીવનના માર્ગની વાર્તા વાંચતાં અનેકને એ સ્વરગીય દર્શન થાઓ. SC ii.2

પ્રકાશકો